ચારે બાજુ પર્વત શૃંખલાને વચ્ચે મારૂ ગામ
ચારે દિશે પડઘમ વાગે ગૂંજે જેનું નામ
એવું હરિયાળું એવું રમણીય આ છે મારૂ ગામ
મને વહાલું છે મારૂ સુંદર મનોહર સરડોઈ ગામ
જેની ગૌરવગાથા ગરવી જેના નરબંકા અગણિત
ગાયત્રીના ઉપાસક અહીં તો દત્તાત્રેયના સાધક
મારા ગામ પર દૈવી કૃપા વરસાવે દેવ દેવી
શિક્ષક,સૈનિક,પોલીસકર્મી તો સંતોની નામના કેવી
મને છે મારા ગામ પર ગૌરવ ને વળી અભિમાન
સૌથી નોખું તરી આવતું સરડોઈ મારૂ ગામ
જુદાજુદા ધંધા રોજગારને જુદાજુદા ધર્મો
જુદીજુદી વર્ણ કોમના અહીં વસે છે લોકો
સૌ જન અહીંયા સંપી રહે ને સૌમાં છે સમભાવ
સમરસતાના સૌને દર્શન અહીં થાય જુઓ
મારી છાતી ગજગજ ફૂલે મને સૌ પર માન
સૌથી નોખું તરી આવતું મારૂં સરડોઈ ગામ.
– દિનેશ નાયક “અક્ષર”.