કેટલી સુંદર સાંજ છે,
એ સાંજમાં ચમકતું કોઈનું નામ છે
સુરજ જાણે વાદળોની પાર છે
હૈયું જાણે યાદોથી ભારો ભાર છે
વહે છે પવન મસ્તીએ ચડીને
જાણે એને સ્પર્શથયો તારો,
તું ભરે છે તારામાં ચમકતી સાંજનું રૂપ
જાણે સુરજની રોશની અપાર છે
તારું સમેટાઈ જવું આ સુરજ જેમ
જાણે રાતતણું અજબ અંધકાર છે
સ્વપ્ન હતું કે ખુલી આંખે જોયેલું મૃગજળ
પણ અહેસાસ તારો હજુ બાકી છે.