એક હતો સરસ મજાનો ફુલોનો ગુલદસ્તો
ને એમાં હતાં સરસ મજાનાં ગુલાબ નાં ફુલ..
સુગંધ માણવા કરતી હતી પરંતુ જોયા હતાં
મેં કેટલાંક દૂરનાં અંતરે થી,
આવતી ન હતી કંઈ સુગંધ..
તેને જોઈને તરત જ મન થઇ જતું આકર્ષાઈ ને..
તેને તોડી તેની સુગંધ માણવાનું મન થાય..
પણ થતું હતું મન માં ને મનમાં કે
આ ફુલ કેટલા દિવસ રહશે ને
કેટલાક દિવસ પછી તો જશે કરમાઇ…
આમને આમ હું રોજ નીહાળતી આ ગુલદસ્તા ને..
ને હરખાતી મનમાં ને મનમાં હરરોજ..
પણ મને ખબર જ નહતી કે હું છેલ્લા કેટલાય
દિવસોથી નિહાળુ છું એ જ ગુલદસ્તાને?
પછી તો મને ય એકવાર મનમાં લાલચ થઇ
એ કરમાશે તો મને નહીં થાય એની સુગંધ ની જાણ
ને રહી જાશે અફસોસ મનમાં ને મનમાં…
એમ વિચારીને હાથ લંબાવ્યો તો….
થઇ હકીકત ની જાણ..
આ ફુલોનો ગુલદસ્તો તો હતો
“બનાવટી”