સોશિયલ મીડિયા પર કાયમની વોર,
હરિશ્ચંદ્ર બને કાળા ચોર
વાયુ નકામો ત્રણ દી એ છોડી શકનાર,
પોસ્ટ ની ગોળી છોડે ચારેકોર
આપણે તો શું ,મુદ્દો જોઈએ ને
નથી,નો ટેન્શન, ઉભો કરી દઈ ને
બાયડી ને ચા ચીંધવામાં બીક લાગે
અહીં ક્યાં સજા ફાંસીની?,કરવું પાણીઢોળ
આખી દુનિયા અઠઠે ગઠઠે હાલે
તો પોસ્ટ તો હાલશે જ ને બકા
આમાં ‘એન્ટી’ નથી,ખાલી સોશિઅલ જ છે
હાથ સાફ કર,માર ઢીકા
વાણીનો વ્યભિચાર કરી લેવા દે
થોડા લાઇક નો હું ય કરી લઉં તોડ
વિચારો ની ઉલ્ટી ની પુરી છૂટ છે
કવિ ને ફિલોસોફર અહીં ચારે કોર
દાઉદ ક્યાં ઘરે આવીને મારવા નો છે?
દઈ બેચાર રોકડી,ભરાઉં માંઉસ ના ટચે નહોંર
લાઈનસર ના હોય તે ય ઓનલાઇન 24 કલાક
ચોરી કોઈનું,પોતાનાં નામે ચઢાવી,બને ચબરાક
પેઈજ થ્રી વ્યક્તિત્વ જેનું
પચાસ હઝાર બહેનો એના ફોલોઅર
-મિત્તલ ખેતાણી