આ સ્પર્શ મજાનો જો આજે છળ સાબિત થયો છે
સ્પંદિત હતો જે હવે શંકાસ્પદ સાબિત થયો છે.
વાત આંખો આંખો વચ્ચેની કિનારીએ છે
ગહેરી ને પાછી સમજણની અટારીએ છે.
લહેરાતી હવાની જાત છો તમે
અનકહી મજાની વાત છો તમે
ને રહો છો સદાયે આમ દૂર દૂર
શું પરીઓની કોઇ નાત છો તમે?
નિલેશ બગથરિયા “નીલ”