એક સ્વપ્ન આવ્યું તું પ્રશ્ન સ્વરૂપે મને
કે આ સ્વાર્થી જગતમાં શું શોધે છે ?
શું તું શોધે છે ખુશી – સુખ – આનંદ
અા શોધમાં..? તે તો છે સંશોધનમાં
જગત આખું સુખને શોધી રહ્યું છે પણ
આ જ સુધી તેનાથી ન કોઈ સંતોષાયું છે
સુખની વ્યાખ્યા શું છે તે તો જાણ
પછી આની પાછળ ચલાવ બાણ
સુખ તો છે માં સંતાન વચ્ચે
સુખ તો છે વહુ સાસુ વચ્ચે
દુનિયા આખી ભલે શોધે આ કોયડા ને
પણ તું તો મન ભરીને માણ તારા માયાલાને
મારા માયલાને માણવાથી સુખ મળ્યું ન મળ્યું
એટલી ખાત્રી થઈ કે આજે પોતાનું મન મળ્યું
બસ આ સ્વપ્ન હું દરરોજ જુઓને જોયા કરું છું
અને બધાને આ જ સ્વપ્ન આવે એવી પ્રાર્થના કરું છું
– હિરલ એમ જગડ “હીર”