ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ચાંદને પણ લાવશે ભોં પર, વચન આવા કરે!
ઈસરો વાળાય પ્રેમીઓને જોઈને રડે.
એ મહેમાનો ઘરે મારા તમે રોજે આવજો,
આપ સંગાથે મને વ્યંજન નવા ખાવા મળે!
સાંભળો તો સંભળાવું લગ્નથી શું શું મળે,
પ્રેમ સાથે દોસ્ત વાસણના છુટા ઘા પણ મળે!
રીંગણાનું શાક જોને કરડવા દોડે મને,
આંખ મમ્મીની નિહાળી પ્રેમથી ખાવું પડે.
એક નાની ટાંચણી વાગશે કે રડવા લાગશે,
આ યુવાધન શું વિચારી પ્રેમ કરવા ચડે.
~ દીપ ગુર્જર