ક્યાં ક્યાં નથી કાના, વાસ તારો.
હરપળ મને છે, અહેસાસ તારો.
કંસની કોટડીમાં, ને વાસુદેવની ટોપલીમાં.
મેઘલી રાતમાં, ને શેષનાગની છાંવમાં.
ધરતીના કણકણમાં, ને નીલા આ અંબરમાં.
દેવકીની કૂખમાં, ને જશોદાનાં મુખમાં.
ગોવાળોની મસ્તીમાં, ને યાદવોની હસ્તીમાં.
મટકીના માખણમાં, ને ગોપીઓના કામણમાં.
અર્જુનના તીરમાં, ને દ્રૌપદીના ચીરમાં.
ગીતાના જ્ઞાનમાં, ને મીરાંના ધ્યાનમાં.