હાથ ની મહેંદી આજે માથા મા આવી ગઈ,
ખબર જ ના રહી કયારે આ આયુ વિતી ગઈ…
વિસરતા સમય ની સાથે તારી યાદો પણ સરકતી ગઈ,
સમય જતાં ખબર જ ના રહી ક્યારે તારી યાદો વિસરાઇ ગઈ…
જે સપના હતા જીવંત મારા આ નયનોમાં,
નિંદ પુરી પણ ના થઈ અને ખબર જ ના રહી કયારે તે સપના ઓઝલ થઈ ગયા…
જે રસ્તા પર મળ્યા હતાં આપણે કોઈ વાર,
મંઝિલ પૂરી પણ ના થઈ અને ખબર જ ના રહી કયારે એ રસ્તા વિરાન થઈ ગયા…
નથી દીલ માં કોઈ મારે કે નહિ હોય કદાચ તારે પણ,
દીલ ધડકતું રહયુ પણ ખબર જ ના રહી કયારે આ ધડકન બંધ થઈગઈ…
જિંદગી છે મારી વેરાન અને હશે કદાચ તારી પણ,
સજાવેલા બગીચા માથી ખબર જ ના રહી ફુલોની સુંગધ કયારે કડવાશમા ફરી ગઈ…
હતો તું પ્રિન્સ મારો અને હું તારી “એન્જલ”
જોત જોતા મા ખબર જ ના રહી કયારે આ પ્રિત નફરત મા ફરી ગઈ…
~ . આરતી રામાણી “એન્જલ”
Continue Reading