જીવન સફર કઠીન છે તું હાથ સરખો જાલજે,
મળી જશે છતાં મંઝિલ તું હાથ સરખો જાલજે.
ચૂપચાપ ચાલીશું તો અહીં ચાલશે નહીં જાણ છે,
માટે જ તું સમયે સમયે રુડો સંવાદ લઈ આવજે
જોયું બધું સત્ય હોય એવું બને નહીં હરબાર ,
તેથી તું જોઈ વિચારીને સઘળું અહીં ભાળજે.
દરદ દરદ ને દરદ ભલેને કળાતું હોય ચોતરફ,
પણ તું તો રોજ સવારે ભર્યુંભર્યુ સ્મિત લાવજે.
ઉતાવળે આંબા કદી પાક્યા નથી કહેવાય છે,
ને માટે જ ધીરજના મીઠાં ફળ તું તો ચાખજે.
નિલેશ બગથરિયા “નીલ”