ચાહની રાહે વધી હું,
આવકારે હાસ્ય ચાહું.
ચાંદની રાતે જગી હું,
આવકારે હાસ્ય ચાહું.
આવ હોઠે હાસ્ય રાખી,
જાગશે ત્યાં પ્રીત સાચી.
ફાગણી ફાગે રહી હું,
આવકારે હાસ્ય ચાહું.
ના કશું માંગ્યું કદી મેં,
આપજે સાજન વદી એ.
શ્રાવણી શ્રાવે ગળી હું,
આવકારે હાસ્ય ચાહું.
સંગ સોગાતે મળે ત્યાં,
રંગ ઓકાતે ફળે ત્યાં.
ખાનગી વાદે ઠરી હું,
આવકારે હાસ્ય ચાહું.
કોકિલા જાણે જ એવું,
જે મળે એવું જ દેવું.
સાદગી સાથે નમી હું,
આવકારે હાસ્ય ચાહું.
કોકિલા રાજગોર