હા, તને પ્રેમ ન કરવાની છૂટ છે,
કરીને દગો આપવાની છૂટ છે.
સમય સંગાથે બદલાતા હું ને તું,
પ્રેમ તારો બદલાય એનીય છૂટ છે.
સથવારે ચાલતા આ મારગ પર,
વળાંક પર વળી જવાનીય છૂટ છે.
વિશ્વાસ સેતુ પર આગળ વધતા,
વાયદો એક તોડવાનીય છૂટ છે.
વ્યાખ્યા શું આપવી આ સંબંધની?
લાગણીઓ અનામી રહે, છૂટ છે.
~ પ્રિયલ વસોયા