હિટ ને આમ તું ફ્લોપ ના કર
સમયને તું એન્ટિકલોક ના કર
કોમા છે જ કરવો હોય તો
પ્રેમને તું ફુલ્લસ્ટોપ ના કર
ઈશ્વરે જ બનાવ્યું આ ચિત્ર
પરફેક્શનને તું ક્રોપ ના કર
દ્વાર દિલનાં ખુલ્લા રાખ્યાં છે
આવ, ખાલી તું નોક ના કર
લાગણી ક્યાં કોઈનું માનવાની
ખોટેખોટી તું રોકટોક ના કર
તારી સ્પ્રિંટ ને મેરેથોન હું જ છું
વિશ્વમાં આમ તું વોક ના કર
મળ્યું છે એ મેળવી કર મિલન
ખુશી ફગાવી તું શોક ના કર
આપણે છીએ ઉભયનો પાસવર્ડ
બીજું નાંખી સ્વને તું લોક ના કર
હસીને કહે છે તું કે તું ભૂલી મને
જાત સાથે આવો તું જોક ના કર
– મિત્તલ ખેતાણી