લાગણી ઓ વરસાઉં છું હું……
કેમકે હું એક નારી છું…
પ્રેમ સાગર વ્હાઉ છું હું….
કેમકે હું એક નારી છું…
વિચારું છું બધા નું પહેલા હું…
કેમકે હું એક નારી છું…
સહનશીલતા નો હું સમન્દર છું..
કેમકે હું એક નારી છું..
છે શક્તિ ઓનો સ્ત્રોત મારી અંદર…
કેમકે હું એક નારી છું…
જીવું છું બધાને માટે હું…
કેમકે હું એક નારી છું…
નથી ચાહ અલગ મારી પોતાની કોઈ…
કેમકે હું એક નારી છું…
ધ્યાન રાખું બધાનું હું મારી ફરજ સમજું…
કેમકે હું એક નારી છું…
જીવન છે મારું બધાને સમર્પિત…
કેમકે હું એક નારી છું….
કેમકે હું એક નારી છું…
~ હેતલ જોષી