હું કશે જાવ તો દુઃખી થજે,
જીવને સારું લાગશે.
હું કશે જાવ તો મને યાદ કરજે,
પાછા આવવાની ધગશ રહેશે.
હું કશે જાવ તો મને મિસ કરજે,
મને મારી કિંમત ખબર પડશે.
હું કશે જાવ તો બે ચાર આંસુ વ્હાવજે,
દિલમાં વધુ પ્યાર ઉમળશે.
હું કશે જાવ તો મારી યાદ માં કવિતા લખજે,
સ્મિત સાથે વારંવાર વાંચવાની મજા આવશે.
હું કશે જાવ તો મારા ફોટા સાથે વાતો કરજે,
મને તારી આ દીવાનગી ગમશે.
હું કશે જાવ અને જ્યારે પાછો આવું, તો રુઠ્ઠી જાજે,
મનાવવામાં પ્રેમનો એહસાસ ફરી જાગશે.
શમીમ મર્ચન્ટ