તું જો વાત લઇને આવ્યો છું ..
હું પણ રાત લઇને આવ્યો છું ..
તારા જ સીતમ સહેવા માટે…
ભવ સાત લઇને આવ્યો છું ..
તું અંત શોધે છે પણ હું …
શરૂઆત લઇને આવ્યો છું ..
એ મોત બચીને જાશે કયા …?
હું ઘાત લઇને આવ્યો છું ..
બેશકિમતી ભેટ ન મળી તો..
હું જાત લઇને આવ્યો છું ..
~ વિઝન રાવલ “વિજ”