ઘણુએ કહ્યુ હે ઈશ્વર તને
તુ તોય વાત મારી માન્યો ના
જીંદગીની આ સફરમાં
કોઈ મારો સિક્કો ચાલ્યો ના,
ઘણુએ સમજાવ્યું ખુદને કે
તારૂ કંઈજ ચાલશે જ નહીં
વાટ જોતા ખુદના સમયની
ખુદનો સમય કદીય આવ્યો ના,
ઈશ્વરની આ રમત છે
આખરી ફેસલો આપશે ખુદા
તારી ખુદની જીંદગી છે
એ જીંદગી પર તુ થા ફિદા,
ઈશ્વરના આ પેંતરા માં
ઈશારે કોઈ ચાલ આલે ના
એક ઈશારે એ ઈશ્વરના
સઘળુંય ચાલે જગત આ,
કેમ કરી “ઈશારા” તું ખુદને મુંજવે
નથી કોઈ તારૂ આ જગતમાં
હટાવી દે ફાલતું બધી વાતોને
બન ખુદનો જ ઈશ્વર તુ આ જગતમાં…..
સંકેત વ્યાસ “ઈશારો”