હું તો મોજ માટે લખું છું
હું તો મોજ માટે લખું છું
મને હું મળી ગયો છું કે દિ’ નો
હું ક્યાં ખોજ માટે લખું છું
અરે ભાઈ,તું વાંચક છે
તું રાજા છે,થોડો યાચક છે?
તું ભીનો થાય,ઠંડો થાય,ઘણું
હું ક્યાં હોજ માટે લખું છું
છે દાલ, રોટી ને ખીર પણ
હું થોડો ‘રોજ’ માટે લખું છું
તારાં હૈયાં ની વાત એ જ મારી રચના
તારી પીડાને ઉત્પાત એજ મારીગર્જના
હું,તું,ને કરોડો છે અહીં ગંગુ તેલીઓ
હું ક્યાં રાજા ભોજ માટે લખું છું
નથી ગોટે ચડાવવો તને શબ્દોના વ્યભિચારથી
આચાર જ કેટલો તોફાની,મુંજવવો ક્યાં ‘વિચાર’ થી
કૃષ્ણ ના રવાડે ચડી તે ય ટેકો કર્યો છે જોખમી
ઉતારવો છે ગોવર્ધન નો બોજ,માટે લખું છું
સોનેટ,હાઈકુ, કાવ્ય,ગઝલ,ગીત એ વળી શું?
છાન્દસ,અછાન્દસ એ હું કે નહીં ભાઈ તું.
મને તો કાળું એ ભેંસ બરાબર,
હું તો ધોળું,ને ગાયો ની ફોજ માટે લખું છું
હું તો મોજ માટે લખું છું
-મિત્તલ ખેતાણી