હું બધાથી પર નથી,
છું બસર ઇશ્વર નથી.
જ્યાં વિષય શ્રદ્ધાનો છે,
ત્યાં કશે પથ્થર નથી.
લાગણી ઘૂંટ્યા કરો,
ને કહો છો સ્વર નથી.
સાચવી લો આ ક્ષણે,
ફૂલ છું અત્તર નથી.
તું હશે તો ઘર હશે,
તું નથી તો ઘર નથી.
શહેરમાં યુધ્ધો સતત,
સરહદે લશ્કર નથી.
બંદગી કરજો હનીફ,
કૈં ખુદા દર દર નથી.
હનીફ મેહરી
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે
ફૂલને ક્યાં કાયમ ભ્રમર સંગત હોય છે, ગૂંજન કરી એ ચૂમે એની રંગત હોય છે. વૃત્તિથી નાહક કેવો બદનામ થયો...