બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
કેમ કરે શોક કે નથી કોઈ સંગાથે તો,
તારો તો પોતાની સાથે જ છે પાક્કો નાતો,
બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
કેલેન્ડરમાં નથી તારીખ તારા જીવંત ધબકારની તો,
તું પોતે જ છે પોતાના ઘાવનો મુલાયમ પાટો,
બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
આથમતી સાંજનું નથી કોઈ સાચું સરનામું તો,
ઉગતા સૂરજને લખજે કે મારે ફરીવાર આંટો,
બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
વિચારોના રોજમેળામાં એકલો પડે જો તો,
લાગણીઓ જરૂર આવશે શોધી તારો અતોપતો,
બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
છલકાય ગયો જો તું એમ જ તો,
અંતરની કરી લેજે વાટાઘાટો,
બે પળની જિંદગીની ગળચટ્ટી વાતો,
હું રોજ કરું છું પોતાની સાથે નિરાંતે વાતો…
મારી સાથે કરું હું રોજ વાતો,
હજુય એમનેમ અકબંધ નાતો…
~ . પીનલ શાસ્ત્રી