હું રોજ લખુ છુ,
એક અધુરી લાગણી વિશે,
એક સંપુર્ણ પ્રેમ વિશે,
એક ખુબ જ અંગત રાઝ વિશે,
એક મીઠા સ્વપ્ન વિશે.
એ વાતો લખુ છુ,
જે હોઠો સુધી લાવી દઉ છુ,
પણ કહીં નથી શકતો,
એટલે હું રોજ લખુ છુ.
એક યાદ લખુ છું,
જે રોજ મને સતાવે છે,
એ યાદ જે ગઈકાલ છે,
આજ એ સવાલ છે,
આવતીકાલે એ મારા અરમાન છે.
એ સમય હું લખુ છું,
એ સમય જેને હું ફક્ત યાદ કરું છું,
રોકી શકતો નથી,
એટલે રોજ હું લખુ છું.
– સુનિલ ગોહિલ