હું લટકેલા તાળા જેવો
ટપાલ જેવી તું
બોલ કરીશું શું ?
સ્વીચ ઓફ્ફ હું હોઉ ત્યારે
ટાવરમાં તું આવે
નોટ રીચેબલ તારું હોવું
કાયમ ક્યાંથી ફાવે ?
માંડ મળે જ્યાં ટાવર ત્યાં તો
બેટરી થાતી છૂ…
બોલ કરીશું શું ?
સ્ટેટ્સ હું અપડેટ કરું ત્યાં
ઓફ્ફ લેન તું થાતી
બીજા બધાની વોલ ઉપર
તું જીવંત કાં દેખાતી ?
નન્નો ભણતા નેટવર્કથી
બહું કંફ્યુઝ છું હું
બોલ કરીશું શું ?
~ ચંદ્રેશ મકવાણા “નારાજ”