હું શિક્ષક છું , હું સર્જક છું .
હોય ભલે ને ઘનઘોર વાદળ
આશાનું કિરણ રેલાવી જાણું છું …..હું શિક્ષક છું .
બનીને સાચો ભોમિયો બાળકને
સાચી રાહ દેખાડી જાણું છું .
હું માર્ગદર્શક છું ….હું શિક્ષક છું .
હોય ભલે ને થોડાક મુદ્દા એનો
વિસ્તાર કરી જાણું છું ….હું શિક્ષક છું .
જ્ઞાનનો પથ બતાવીને જ્ઞાનપથ
બનાવી જાણું છું .
હું પથદર્શક છું …..હું શિક્ષક છું .
મુશ્કેલીઓ સામે અડગ રહી
લડત શીખવી વીર યોદ્ધા
બનાવી જાણું છું …….હું શિક્ષક છું .
જ્ઞાનના ઉજાઉ પાથરી
તિમિરને દૂર કરું છું .
હું અજ્ઞાનતાનો ભક્ષક છું ….હું શિક્ષક છું .
આપી ઉરના આશિષ
પ્રાર્થના હું કરું છું .હું
શુભકામનાઓનો પ્રેષક છું ……હું શિક્ષક છું .
હું બાળકોના સ્વર્ણિમ
ભવિષ્યનો રક્ષક છું ….હું શિક્ષક છું .
નિર્દોષ અને નિખાલસ મારા
બાળદેવોના પ્રેમનો ભિક્સુક છું ….હું શિક્ષક છું .
~ ઝંખના