ફરમાઇશ આપની તો હુકમ માનું,
કારણ તમને એકને જ સનમ માનું.
દિદાર આપના થયાં છે સમયસર,
સફળ મારો હવે તો જનમ માનું.
દરદ અહીં ચોતરફ કળાતું રહે છે,
પણ તમને તો હું ઠંડો મલમ માનું.
થયા છો અમારા આ સફરમાં હવે,
પૂર્વ જનમના કોઇ શુભ કરમ માનું.
બની માણસ હર પળ સંગ સંગ છો,
માટે જ તો આ જીવતરને નમન માનું.
નિલેશ બગથરિયા “નીલ”