શ્વાસે શ્વાસે રુંધાતા મનને,,
તારી વાંસળીની ઓરકેર્સ્ટ્રા સંભળાવવા આવ..કાના.
કણ-કણ વિના તડપતા સુદામાને,,
બે વખત ભોજનની હૂંડી લખવા આવ.. શામળિયા.
રાગદ્વેષ , અનીતિ એ માઝા મૂકી આજ,,
ગીતાજ્ઞાનનું અમૃત સીંચવા આવ.. મુરારી.
પ્રકૃતિના ચિર તહસનહસ થતાં આજ,,
વૃંદાવનની સુંદરતા સજાવવા આવ..નટવર.
શેરીએ અને ગલીએ ફાટ્યા કાળીનાગના રાફડા આજ,,
સહસ્ત્રફેણના વિષને નાથવા આવ…કાના.
છડેચોક સ્ત્રીધન લૂંટાતુ આજ,
દ્વૌપદીના ચીરની લાજ રાખવા આવ..માધવ.
નથી હું રાધા કે મીરાં, નથી ગોપી કે નરસૈયો,,
કર્મનું સૌંદર્ય બતાવવા આવ..ગિરધારી.
જયશ્રી શિયાલવાલા.