ત્રિપદી ગઝલ
બંધારણ : ગાલગાગા×૨ ગાલગા
આજ હૈયે પ્રેમની છોળો ઉમળકા ખાય છે,
ત્યાં લખીને નામ તારું પ્રેમમાં ડૂબીશ હું,
પણ હૃદય ભીતર તો સાલી લાગણી અટવાય છે.
એકલા હાથે હવે તો જિંદગી મુંઝાય છે!
સાથ તારો ના મળે આજે મને તો જાવ ક્યાં,
ને વિના તુજ સાથ મારી જિંદગી અટવાય છે.
પ્રેમને તો ઠેકડીએ આજ ઉડાવાય છે,
જોઈએ સૌને અહીં મડદું બહારી રૂપથી,
એટલે આજે હવસ કાજે પ્રણય મુર્જાય છે.
શબ્દના બળથી અહીંયા જિંદગી જીવાય છે,
હોઈએ સાચા ભલે તો પણ સહેવાનું બધું,
સર્વ પક્ષે રાજકારણની રમત ખેલાય છે.
યાદ આવી જાય તારી તો હૃદય વીંધાય છે,
રાહ જોતા જોઈ લીધી મેં, હવે થાક્યો બહું,
“દીપ”ને આ યાદ જૂની આજ મારી જાય છે.
દીપ ગુર્જર