સુંદર થાય છે કાર્યો આ બધાં
આશય જો ખરો હોવો જોઇએ.
દોડે છે બધાં નિયમિત માર્ગમાં
પોરો એક પળ હોવો જોઇએ.
ખાલી ના વિચારી બેસો હવે
ઈરાદો ચલિત હોવો જોઇએ.
ગાવું છે મજાનું કો’ ગીત તો
ભ્રમિત સૂર ન હોવો જોઇએ.
જીવન દાખલારૂપી લાગવા
સતનો આશરો હોવો જોઇએ.
– નિલેશ બગથરિયા “નીલ”