હ્રદયનું , મુખ પર વિધાન બોલે,
કૂવેથી નીકળીને જ્ઞાન બોલે.
ચળકતા હોઠોના ગાલ પરથી,
જરાક સ્પર્શો સ્વમાન બોલે.
વિદેશ અમને ઉછાળે કીચડ!!
સમગ્ર હિન્દોસ્તાન બોલે.
મહોબ્બતોની સુગંધ વ્હેંચો,
તમામ જગમાં કુરાન બોલે.
સફળ થવું છે? નમન મને કર,
ખુદાની પાંચે અઝાન બોલે.
દયાના દરિયાના રણ થયા છે,
હવે જુઓ ત્યાં દુકાન બોલે.
હવે તો ” સિદ્દીક” સુધાર ઝુંપડી,
નગરના ઊંચા મકાન બોલે.
સિદ્દીકભરૂચી.