આથમે છે સૂરજ રોજ સાંજે,
પણ જિંદગી ક્યાં આથમી જાય છે?
દિવસ ને રાત કામ કરવાથી,
જોયેલાં સપનાંઓ ક્યાં પૂરા થાય છે?
દર્દ તો જીવનમાં મળતાં રહે,
પણ નિશાન ક્યાં જખ્મોના દેખાય છે?
હૈયામાં ગમના ઝરણાં ઘણાં વહે,
પણ આંખોમાંથી ક્યાં અશ્રુ છલકાય છે?
દર્દથી ભર્યું ભલેને હોય હૃદય,
પણ “અર્શ”ને ક્યાં હસવાનું ભૂલાય છે?
અજય ગૌસ્વામી “અર્શ”