બીપ.. બીપ..વાગે રાખે
ટીક..ટીક..સાંભળે રાખે.
કાગળિયામાં ઉંધે માથે
કવરિયા સાથે ભરાવે.
પૂરાવા વગરના વારે વારે
દિન આખો માથું ખપાવે.
નિષ્ઠા ને ચોક્સાઇ સાથે,
વિગતોને સંપૂર્ણ સજાવે.
બહારી દખાણોને ફગાવી
એ ચોખ્ખું મતદાન કરાવે.
હા, એ પ્રિસાઇડિંગ છે
લોકશાહીને ઉજળી રાખે.
નિલેશ બગથરિયા