સુખ અનુભવ હું કરાવું દુઃખમાં,
એટલી કાબેલિયત છે મુજમાં.
છે બધે લીલોતરી પણ કેટલી?
આગમનથી આપનાં, નિકુંજમાં.
ના કહી એને શકાયું તુજથી,
શું હશે એવું છુપાયું ગુંજમાં.
આવ જા કર્યા કરે વારે ઘડી,
શું બચાવું ને શું રાખું હું જમાં.
બાથમાં પણ અક્ષ તારો આવશે,
આંખ મીચી હું સમાઉં તુજમાં.
અક્ષય ધામેચા