આ રંગ જે મળ્યો હવે, એ દૂર તું કરતો નહીં,
જેની ઉપર નજરું ઠરે, એ દૂર તું કરતો નહીં.
મળ્યા નથી, મળશે નહીં, ફરિયાદ ક્યાં એની કરું,
આવી ગયાં છે પાસ જે, એ દૂર તું કરતો નહીં.
આ જીવવાનું બળ મળે છે ફક્ત એના જ થકી,
આ પ્રેમ જે એનો મળે, એ દૂર તું કરતો નહીં.
પાગલ કહે, બુધ્ધુ કહે, સાવ અભણ છું પ્રેમમાં,
જેના થકી ધડકન બને, એ દૂર તું કરતો નહીં.
બીજું નહીં માંગુ ખુદા, જે છે એનો આનંદ છે,
જે જિંદગી આપી મને, એ દૂર તું કરતો નહીં.
દિપેશ શાહ