આ તમારી જીત છે કે ,હાર છે ?
આ તમારી જીત છે કે ,હાર છે ?
જે ચહો છો ,એજ પેલે પાર છે.
વાંસળીને બોલવું છે સૂરમાં,
કાન માંડો ,એ હવે તૈયાર છે.
આજ ફૂલોની સવારી નીકળી,
મોખરે તબલા વગાડે ખાર છે.
વંચના તો જાતની કરવી પડે,
એટલું સમજી જવામાં સાર છે.
‘કાંત ‘ના તો ઊંબરે છે બેસણા,
આવકારો આપવાને દ્વાર છે.
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત