આભ હેઠું ઉતર્યું છે બાંકડે,
મોરનું પીંછું ખર્યું છે બાંકડે,
સ્તબ્ધ થઇ બેસી રહ્યાનું છે સ્મરણ,
ચિત્રકારે ચિતર્યું છે બાંકડે..
લઇ સુવર્ણી સોણલાં ઊંડૂ ગગન,
સ્વપ્ન પંખી ફરફર્યું છે બાંકડે.
ટેરવેથી સ્પર્શ એવો પીઘળે,
પુષ્પ રક્તિમ નિખર્યું છે બાંકડે.
આંખમાં આવી ગયા હર્ષાશ્રુઓ
એક સરવર નિતર્યું છે બાંકડે.
પૂર્ણિમા ભટ્ટ “તૃષા”