ઝંખનાઓને વિવેક કે સંસ્કારીક ઢાંચામા ઢાળી ન શકું
ઇચ્છાની કમર લચકીલી ને જ્યાંત્યાં હું વાળી ન શકું
લાગણીને સીંચી છે,લોહી ને આંસુંઓને પાઇ પાઇ મેં
લીલીછમ હૈયા કેરી વાડી,તું કહે તો હું બાળી ન શકું
આંસુને સંબધ હોવો જ જોઇએ હ્રદયની ધડકન સાથે
તારા નામના લોહીના ઉન્માદી પ્રવાહને ખાળી ન શકું
પ્રેમીને ભલે લોક કહેતા આંધળૉ ને બહેરો કે પાગલ?
તારી બે આંખો વિનાં સુરજની રોશનીમાં ભાળી ન શકું
કિનારે ઉભા રહીને દરિયાનાં પાણીથી પગ ન પલાળૉ
તારા પગે રેલો પહોચ્યાં પછી કદી હું પખાળી ન શકું
પુછજે તું એ નદીને પર્વતો-મેદાનોને ટપીને આવી છે
કિનારે નદી જોઇએ સાગર કહે જાત હું સંતાડી ન શકું
ઉન્માદનો મહિમાં કવિ જાહેરમાં ક્યાં સુધી લખતો રહે?
શબ્દવૈભવ કૈકનું આકર્ષણ બને તો,એને ટાળી ન શકું
આવી જા ખુલ્લેઆમ પછેડી-બુરખાના લિબાસો ફગાવીને
તારા કાજે આહલેક જાગ્યો,બીજી કાજે હું જગાવી ન શકું
(નરેશ કે.ડૉડીયા)