તમે આવો છો અને ચાલ્યા જાઓ છો,
મારા દિલના હાલચાલ તો પૂછો !
કેમ કરી આંખોમાં આવે છે નીંદર ?
મારા મનના ખયાલ તો પૂછો !
આજ તો હજી વીતવાની છે બાકી,
કેવી ગઇ હતી કાલ ? તો પૂછો !
વાત કરી દઇશ બધી જ મનની…
પ્રેમભર્યા થોડાં સવાલ તો પૂછો !!!
રાજેશ પી. હિંગુ ‘મન’