એક જ પલની વાત છે,
કયારે આવી જાય કોને ખબર છે?
આ પલમાં બધા રડશે ને હું હસતી હોઈશ,
મારી નિંદા કરનાર પર પણ હરખાતી હોઈશ.
જે માની એક પુકાર પર દોડી આવતી,
એની કરોડો પુકારે નહી આવું,
જે પિતાના એક અવાજે એમનું કામ કરતી ને,
એના ઊંચા અવાજે પણ હવે નહી આવુ .
આ કોઇ નારાજગી નહી હોઇ મારી ,
બસ શરીરમાં આત્મા નહી હોય મારી.
મારું શબ સામે જ હશે,
અને એ પલ જ મારું મૃત્યુ હશે…
અક્ષરા હનાણી