શમણાં સાથે લાગણીઓ માં ઘોડાપુર આવે છે ,
નિંદર માં પણ તારી ભરપુર હાજરી અનુભવાય છે …
દિવસ દરમિયાન તને યાદ કરી હાસ્ય અમસ્તાં જ આવે છે ,
બેધ્યાન તુજ માં દરેક આગળ હવે પાગલપન અનુભવાય છે …
ઝાંઝવાના જળ માં કસ્તી ચલાવી ક્ષિતિજ આંબી તું આવે છે ,
મધદરિયે ભરતી ઓટ માં આપણી કસ્તી હાલતી અનુભવાય છે ..
રતિભાર ની તને ક્યાં ક્યારેય જાણ કરવામાં આવે છે ,
છતાંય તું જ મારે મન દિવાન-એ-ખાસ અનુભવાય છે …
સઘળાં અનુભવ કરવાં એકબીજા નો સાથ જ યાદ આવે છે ,
પણ હાલ તો શમણાં માં જ ધરપત ઘણી જ અનુભવાય છે …
દિલ આપવાની ક્યાં ક્યારેય કોઈ વાત જ આવે છે ,
ખુલ્લી આંખે દરેક વાતે સહમતી જ અનુભવાય છે …
શમણાં માં ઘણું જ જીવાય એમાં ડર કોઈને ક્યાં આવે છે ,
જિંદગી હસતાં જીવાય છે એમાં કરવત ક્યાં અનુભવાય છે …
હોય સચ્ચાઈ લાગણી તો જ એમાં આગળ હરકોઈ આવે છે ,
અણી ની છેલ્લી ઘણી એ પણ અફસોસ આપણે ક્યાં અનુભવવો છે .?.?