પ્રેમના આ આકાશ માટે, સાત રંગો પણ ઓછા છે…
મેઘ ધનુષ્યના.
હૃદયના આ ગીત માટે, સાત સ્વરો પણ ઓછા છે…
સંગીતના.
ઊર્મિઓના આ થનગનાટ માટે, સાત તાલો પણ ઓછા છે…
નૃત્યના.
મનના આ ભાવો માટે, સાત ઋતુઓ પણ ઓછી છે…
કુદરતની.
અભિવ્યક્તિના આ કિનારે, સાત સમુદ્રો પણ ઓછા છે…
આ ધરાના.