સાદ પાડ્યો હતો તે એક દિવસ,
મેં પાછળ વળી જોયું હતું.
હાથ લંબાવ્યો હતો તે,
મેં એને સ્વીકાર્યો હતો.
હાથ થામી ચાલ્યા સાથે,
એ દિવસો કેવા રૂડાં હતા.
આગળ વધી ગયો તું
અને સાથ મારો ભૂલી ગયો.
કોશિશ કરી ડગ ભરવાની
પણ તું ખુબ આગળ હતો.
નસીબે એવા પાસા ફેંકયા
ને સાથી તને નવા મળ્યા.
હાથ છુટયો ને સાથ છુટયો,
પ્રેમ આપણો વિસરાઈ ગયો.
ચાલું છું હજુ પણ એજ રાહ પર,
એક નાની આશા સાથે.
કયારેક તો તું જોશે પાછળ વળી,
કયારેક તો આપણો સાથ યાદ કરશે.