બસ હવે કંઈ ઇચ્છા નથી,
ફક્ત દીકરીઓના સપના સાકાર થતા જોવા છે.
બસ હવે કંઈ ઈચ્છા નથી,
દીકરીઓના ગાડી – બંગલા જોવા છે.
બસ હવે કંઈ ઈચ્છા નથી,
એકવાર વિદેશમાં ફરવા જવું છે.
બસ હવે કંઇ ઈચ્છા નથી,
જીવનસાથી સાથે ફરી નવયુગલ જેવું જીવવું છે.
બસ હવે કઇં ઈચ્છા નથી,
ચારધામની યાત્રા સજોડે કરવી છે.
બસ હવે કંઈ ઈચ્છા નથી,
જીવનસાથીને હમેશાં સ્વસ્થ જોવા છે.
બસ હવે કંઇ ઇચ્છા નથી,
અંતિમ શ્વાસ સુધી સજોડે જીવવું છે.
આ જ જીવનનું સત્ય છે,
ઇચ્છાઓનો કોઈ અંત નથી,
જીવનનો શ્વાસ અનંત નથી,
તેથી ઈચ્છા હમેશાં પૂરી કરતા રહો,
કોણ જાણે ક્યો શ્વાસ અંતિમ હશે.
આટલું જ સૌને કહેવું હતું.
બસ હવે કંઈ ઇચ્છા નથી.