એક પતંગ આસમાને મન ખોલીને આજે ઉડે છે,
એક પતંગ આસમાનને રંગીન કરી મૂકે છે,
અભિમાન ધરતીને ફૂલોનું અને કહે આકાશને,
છે મુજ ધરા સાથે રંગબેરંગી ફૂલો,
તું તો સફેદ અને વાદળી ચાદરથી ઢંકાઈ રહ્યો,
ના કર અભિમાન તું ધરા,
પાનખર આવશે,
નહિ રહે તારી ખુમારી,
આ ફૂલોની મજા.
હસી કાઢી વાત ધરાએ,
આવ્યું પાનખર બધું જ વેરાન થઈ ગયું.
ત્યાં આકાશ બોલ્યો,
જો આજે હું પતંગનો રેગીસ્તાન થઈ ગયો.
વાઢિયા નિકીતા