એક
અંધારું
બારેમાસ
મારી ભીતર
આસપાસ
ચોપાસ
સાવ અડકી
લગોલગ
રહ્યાં કરતું..
ને હું
વર્ષે એકવાર
દીવો કરતો
ઉજાસ પર્વ
સાચવવા
સૌ સાથે..
પણ ભીતર
એક કોડિયું
ઈંધણ
વગર રહ્યાં
કર્યું
ને આ અંધારું
નિત્ય
વકર્યા કર્યું….
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ”