એ પણ શું દિવસો મજાના હતા
વાતે વાતે રિસાઈ જતા ઘર આખું માનવવા આવતું
એ પણ શું દિવસો મજાના હતા
ઝઘડો કરી શેરી માં અને ઘરમાં શાંતિ થી આવીને સંતાઈ જતા
એપણ શું દિવસો મજાના હતા
મન ઉડ્યા કરે આકાશ માં અને જમીન પણ જાણે સપનો સાથે તર્યા કરતા
કોઈ કામ જાણે અશક્ય ન લાગતું અને દિવસ -રાત મોજ થી જીવતા
એ પણ શું દિવસો મજાના હતા
દુઃખ -તકલીફ દૂર રહેતા સુખ સાથે જીવન જીવતા
એ પણ શું દિવસો મજાના હતા
સ્કૂલે જવામાં કેવા નખરા કરતા ન જવા નાટક અને બહાના પણ કરતા
એ પણ શું દિવસો મજાના હતા
નાની વાતો માં ખુશ થઈ જતા અને નાની વાતો માં દુઃખી પણ
મન પડે ત્યારે હસી લેતા અને મન પડે ત્યારે રોઈ પણ લેતા
એ પણ શું દિવસો મજાના હતા
દુનિયા માં બાદશાહ બની ફરતા અને ઘર માં સહેનશાહ બની રહેતા કેવા એ મજાના દિવસો હતા
એ તો બાળપણ ના મજાના દિવસો હતા
એ તો બાળપણ ના મજાના દિવસો હતા
હેતલ. જોષી