જાણો ભીતરની વાત કક્કાક્ષરીથી…
ક થી કલાકાર બનો
ખ થી ખટરાગ તજો
ગ થી ગમતાનો ગુલાલ કરો
ઘ થી ઘર પરિવાર સુખ દ્વાર
ચ થી ચમક દમકે ના ફસાતાં
છ થી છળકપટ છોડી રહો
જ થી જળકમળવત રહો
ઝ થી ઝરણ સમ વહો
ટ થી ટટ્ટાર બેસો
ઠ થી ઠઠ્ઠા મશ્કરી ના કરો
ડ થી ડગ ભરી વળો ના
ઢ થી ઢમ ઢોલ પોલું જાણો
ણ થી ણ જ રહે ભળે ડણક
ત થી તકરારમા ન પડો
થ થી થપાટ કર્મની જીલો
દ થી દયા ભાવ રાખો
ધ થી ધજા સમ બનો
ન થી નમન ભાવ શીખો
પ થી પલ પલ માણો
ફ થી ફરજ જાણો
બ થી બગ (ક્) ભગત ના
ભ થી ભરમ માં ના જીવો
મ થી મનખ જીંદગી જાણો
ય થી યશસ્વી બનો
ર થી રટણ પ્રભુ નું કરો
લ થી લક્ષ સાધી રહો
વ થી વટ વહેવારે જીવો
સ થી સમય ને સમજો
શ થી શઢ બનો (વહાણે)
ષ થી ષટ્કોણ ને સમજો
હ થી હરિ નામ શ્રેષ્ઠ
ળ થી ળ સમ ના લટકો
ક્ષ થી ક્ષમા કરતાં શીખો
જ્ઞ થી યજ્ઞ કરો જ્ઞાનનું.
જાગો જગાવો ભાષા બચાવો
ગુણ ગાન ગાઓ ભાષા બચાવો.