અચાનક એ ગલીમાં જવાનું થયું ,
મારી કિસ્મતને મારા દિલથી ઝગડવાનું થયું,
મારી દુઆને કંઇક આમ કબૂલ થવાનું મન થયું,
એનુ આમ બારીમાં જોવુ મારું નસીબ થયું ,
હસતાં હસતાં ભૂલથી મારા સામે જોવાઈ ગયું ,
બસ આજે મારુ દિલનું કામ થઈ ગયું,
આવી ગરમીમાં એક ફૂલનું ખીલવાનું થઈ ગયું,
મારા આ સપનાનું સમુંદર કંઈક ઉભરાઈ જવાનું થયું ,
તમારા હસતા ચહેરાનું સ્મિત ખોવાનું થયું ,
મારી નીંદરને સરેઆમ મૂડ બદલતું જોયું ,
એમના આ હસીન ચહેરા પર ગઝલ લખવાનું મન થયું ,
પણ આમ જ મારી કલમનું પણ રંગ બદલવાનું મન થયું .
દિશા પટેલ