આજે કલમ અસલિયત નો ઈતિહાસ લખજે તું….
સાચી જ કંગાલિયતનો આ ત્રાસ લખજે તું.
નાકામ છે બેબશ પણે લડતી ગરીબી જો…
ધનદોલતે જ ખિદમતનો ઉપહાસ લખજે તું.
બંધાઈને વ્યસને જલે જોબન રસો અંગે…
રંગે નવા પરિવર્તિત નો ડંફાશ લખજે તું..
કરિયાવરે સૌ દીકરી ને વેચતાં છાની…
વટમાં રહી આઘાતનો જ વિકાસ લખજે તું.
લુંટી રહી લોકે પછી રોફે રહે લાખે…
ભાવે અહીં હાલત તણો બકવાસ લખજે તું…
બેકાર છે ભૂખ્યા જનો નંગા પણે જીવી…
દંભો વદી વાહિયતનો જવિકાસ લખજે તું.
ગર્ભે કરી પરિક્ષણભલા ટુકડા થતાં જીવે…
સ્ત્રીની દયા ક્યાં છે અહીં? સર્વનાશ લખજે તું.
પુત્રને જ પાળી પોષતાં અંધારપટ જાતે…
કાળી બની આ રાતનો આભાશ લખજે તું..
આગળ વધ્યા ખોજે વિજ્ઞાને ને વ્યથા જાગી…
ઘુંટાઈ આ ઈન્સાનિયતનો શ્વાસ લખજે તું.
લોકો બધા જીવ્યા કરે છે લાશ જેવું ત્યાં…
જેલી રહ્યા આ મોતનો ભય ખાશ લખજે તું…
શ્ર્વાસે ડગે છે કોકિલા ઉચ્છવાસથી ડરતી…
અંતે કલમ આ વાતનો ઉપન્યાસ લખજે તું.
કોકિલા રાજગોર