ઢળતી સંધ્યાનું આકાશ
કેટલું ખૂબસુરત લાગે છે
તો પછી……
ઢળતી ઉંમર નો આપણને
કેમ થાક લાગે છે…..?
આ તબક્કે જ અધૂરા સપનાઆે
પૂરી કરવાની એક આશ જાગે છે
તો પછી….
ઢળતી ઉંમરનો આપણને
કેમ થાક લાગે છે…… ?
જવાબદારીઓ થી મુક્ત થઈને
પોતાની જાતને મળવાની એક
પ્યાસ જાગે છે, તો પછી….
ઢળતી ઉંમરનો આપણને
કેમથાક લાગે છે…… ?
અંધારી રાત પછી, સોનેરી
સવારનો કેવો ઉજાસ લાગે છે
આ ઉંમરે જિંદગીના અનુભવો
પરથી….સમજણનો એક
અહેસાસ જાગે છે…….
તો પછી….
ઢળતી ઉંમરનો આપણને
કેમ થાક લાગે છે…….
સુખ-દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે…..
એને બાજુ પર મૂકી
જિંદગી જીવો……
પછી જુઓ જિંદગી કેવી ખાસ
લાગે છે……. !!!
તન થાકવું એ નિયતી છે…..
પણ…. મનથી નહીં થાકતા
દોસ્ત……
પછી જોઈ લેજો……
ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ
થાક લાગે છે……