હું પણ ક્યારે મોટી થઈ ગઈ,
એની મને પણ ખબર જ઼ ન પડી
પપ્પાના ખોળામાં રમતા રમતા હું પણ ક્યારે,
આંગળી પકડી ચાલવા લાગી એની મને પણ ખબર જ઼ ન પડી
મમ્મીની સાડી પહેરતા પહેરતા હું પણ ક્યારે,
સાડી પહેરવા લાગી એની મને પણ ખબર જ઼ ન પડી
ભાઈઓ સાથે રમતા રમતા હું પણ ક્યારે,
ભાઈઓ ને માન આપવા લાગી એની મને પણ ખબર જ઼ ન પડી
ભાભી અને બહેનો સાથે મજાક મસ્તી કરતા કરતા,
હું પણ ક્યારે કોઈ ની ભાભી બની ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
વાત વાત માં લડાઈ ઝઘડા કરતા કરતા,
હું પણ ક્યારે વાત સાંચવતા શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
સસરા અને પિયર ની મર્યાદાઓને જાળવતા,
હું પણ ક્યારે શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
વ્હાલ અને પ્રેમ સાથે જવાબદારીઓને પણ નિભાવતા,
હું પણ ક્યારે શીખી ગઈ એની મને પણ ખબર જ઼ ન પડી
સમયનું આ ચક્ર ક્યારે ઝડપથી પસાર થઈ ગયું,
એની મને પણ ખબર જ઼ ન પડી
હું પણ ક્યારે મોટી થઈ ગઈ,
એની મને પણ ખબર જ઼ ન પડી
હેતલ જોષી