તું વઢતી, ફટકારતી, પણ પાસે બેસી ભણાવતી,
ચાલી ગઈ એ દીવા બત્તીની ની રાતો,
ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.
પરણવાનું તારે જ હતું , એકલા મારે રહેવાનું જ હતું
જમણ ફિકુ તારા વગર, અને સુનો છે ઓટલો,
ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.
નાક નીચે બેસાડી, કાન ખેંચવાવાળી જતી રહી,
તારા વગર બગડી ગઈ છે મારી આદતો,
ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.
તને યાદ કરતા હસી અને આસું બન્ને છલકાય છે,
ખીલખીલાટ ભૂલી ગઈ છે આ ઘરનો રસ્તો,
ને આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.
પિયરનું આંગણું ન ભુલાવતી બહેના,
નક્કામો છું ભલે, તે છતાં તું પણ જરૂર કહેતી હોઈશ
ભઈલા આજે ખૂબ યાદ આવે છે તારી વાતો.
~ શમીમ મર્ચન્ટ